________________ 303 અત્રથી વદિ 3 ના નીકળવાનો વિચાર છે. વવાણિયા, કારતક સુદ 13, શનિ, 1948 શુભોપમાયોગ્ય શ્રી અંબાલાલ, અત્રથી વદિ 3 ના નીકળવાનો વિચાર છે. મોરબી પાંચ સાત દિવસ ભાંગવા સંભવ છે, તથાપિ વ્યાવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. આણંદ સમાગમની ઇચ્છા રાખજો. મોરબીની નિવૃત્ત કરશો. વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વરેચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથાયોગ્ય, દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો થયું. અપ્રગટ સત્