________________ 302 (એવું ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ વવાણિયા, કારતક સુદ 13, શનિ, 1948 1‘સત્ય પર ઘીમહ.' (એવું ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રથી કા. વદ 3 બુધના દિવસે વિદાય થવા ઇચ્છા છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિંદી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો; અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાનગ્રંથ હોય તો તે વિષે પૃચ્છા કરશો. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેવો પ્રાપ્ત થાય તો તે પાછો મોરબીથી તેમને પાંચ આઠ દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથપૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે. 1 શ્રીમદ્ ભાગવત, સ્કંધ 12, અધ્યાય 13, શ્લોક 19.