________________ 301 જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે વવાણિયા, કાર્તિક સુદ 8, સોમ, 1948 સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય, જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. વિ. રાયચંદના ય૦