________________ 300 બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. વવાણિયા, કારતક સુદ 8, સોમ, 1948 બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કીલાભાઈને જણાવશો કે તમે પàચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી.