SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 297 આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. મુંબઈ, 1947 આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું તે યથાયોગ્ય છે. તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. 1શ્રી નાગજીસ્વામીએ કેવળદર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. 1 સં. ૨૦૬૨ની ૧૦મી આવૃત્તિ સુધી આ પત્રમાં શ્રી નાગજીસ્વામીનો ઉલ્લેખ હતો, પરંતુ મૂળ પત્ર 627 પ્રાપ્ત થવાના કારણે, તેના આધારે તેમના નામનો ઉલ્લેખ પત્ર ૬૨૭માં કરવામાં આવ્યો છે અને બધું ચકાસણી કરીને જોતાં શ્રી ડુંગરશીના નામનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે. આ પત્ર શ્રી સોભાગ્યભાઇ લલ્લુભાઇ ઉપર હોય એમ અનુમાન છે.
SR No.330417
Book TitleVachanamrut 0297
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy