________________ 295 ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે મુંબઈ, 1947 ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલુમ પડે.