________________ 293 વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; વવાણિયા, આસો વદ 13, શુક, 1947 શ્રી સુભાગ્ય, સ્વમૂર્તિરૂપ શ્રી સુભાગ્ય, વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે, જે ઇચ્છા સુખદાયક માનીએ છીએ, એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. શ્રી હરિ કરતાં એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ.