________________ 292 કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, વવાણિયા, આસો વદ 12, 1947 કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેઓ એટલે છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પોતાની ઇચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું.