________________ 287 પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઇચ્છા નથી વવાણિયા, આસો વદ 1, રવિ, 1947 પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઇચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં. એકથી અનંત છે; અનંત છે તે એક છે.