________________ 284 પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં વવાણિયા, આસો સુદ 6, ગુરૂ, 1947 1. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. 2. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. 3. સમ્મતિતર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે. 4. અક્ષય ભગત કવિએ કહ્યું છે કે : ‘કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ, જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી; તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ.” 1 સમ્મતિતર્ક-તૃતીય કાંડ, ગાથા 47.