________________ 283 ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. વવાણિયા, ભાદરવા વદ 0)), શુક્ર, 1947 પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય, અત્ર હરિઇચ્છાનુસાર પ્રવૃત્તિ છે. ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે ? વિ. રાયચંદના પ્રણામ.