________________ 280 જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે વવાણિયા, ભાદ્રપદ વદ 12, ભોમ, 1947 જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના ઇચ્છી અત્યારે અધિક લખતો નથી.