________________ 277 ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી; અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે; તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું ? વવાણિયા, ભાદ્રપદ વદ 7, 1947 ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે, તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું ? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે.