________________ 276 વિગતવાર પત્ર અને ધર્મજવાળું પતું પ્રાપ્ત થયું. વવાણિયા, ભાદરવા વદ 7, 1947 વિગતવાર પત્ર અને ધર્મજવાળું પતું પ્રાપ્ત થયું. હાલ ચિત્ત પરમ ઉદાસીનતામાં વર્તે છે. લખવા વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શકતું નથી. ધર્મજ જણાવશો કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તો બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કોઈ કારણે વિલંબ થયો તોપણ આપનો સત્સંગ કરવાની ઇચ્છા મને મંદ નહીં થાય. એ પ્રમાણેના અર્થથી લખશો. હાલ કોઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. અમારા વિષેની કંઈ પણ વિગત તેઓને હાલ લખવાની નથી.