________________ 274 “સતુ હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, વિવાણિયા, ભાદ્રપદ વદ 5, બુધ, 1947 ‘સતુ હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી પણ તે તેવું નથી. જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ ‘સત’ કોઈ કાળે ‘સત’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત’ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.