________________ 273 વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તો કર્તવ્યરૂપ છે વિવાણિયા, ભાદ્રપદ વદ 5, બુધ, 1947 વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તો કર્તવ્યરૂપ છે. કળિયુગમાં અપાર કષ્ટ કરી સપુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.