________________ 266 જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; રાળજ, ભાદ્રપદ સુદ 8, 1947 (દોહરા) (1). જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. 1 જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? 2. જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. 3 બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. 4 વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. 5 ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. 6 પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. 7 જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. 8 મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. 9 હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. 10