________________ 263 તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; રાળજ, ભાદરવા સુદ 8, શુક્ર, 1947 વિયોગથી થયેલા તાપ વિષેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઇચ્છા વિષે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? મન, વચન, કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય, તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે. આવતી કાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે.