________________ 200 ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી મુંબઈ, શ્રાવણ સુદ 9, ગુરૂ, 1947 નથુરામજીનાં પુસ્તક વિષે, તથા તેના વિષે આપે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેનાં એકાદ બે પુસ્તકો છપાયેલાં છે, તે મેં વાંચેલાં છે. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે ‘સત’ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ.