________________ 257 અત્રે ઈશ્વરકૃપાથી આનંદ છે. આપનું પત્ર ઇચ્છું છું. મુંબઈ, અષાઢ વદ 4, 1947 અત્રે ઈશ્વરકૃપાથી આનંદ છે. આપનું પત્ર ઇચ્છું છું. ઘણુંય લખવું સૂઝે છે, પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા જેવો તો માત્ર પ્રેમ-સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મુઝાવાથી સૂઝે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કોઈ કંઈ પેટ દેવા જોગ મળે તો બહુ સારું, એમ લાગી જવાથી, કોઈ ન મળતાં આપને લખવા ઇચ્છા થાય છે. પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે પ્રવૃત્તિ થતી નથી. જીવ સ્વભાવે (પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુંકપાનો ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે; આ વાતનો ખુલાસો પછી થશે.