________________ 253 ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી મુંબઈ, અષાડ સુદ 1, સોમ, 1947 ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તોપણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે. વિ. રાયચંદ