________________ 246 વિરહ પણ સુખદાયક માનવો. મુંબઈ, વૈશાખ વદ 3, 1947 વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માનશો. પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત મુમુક્ષુ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. અમને વારંવાર આપ જે પ્રેરો છો, તે માટે અમારી જેવી જોઈએ તેવી જોગ્યતા નથી, અને હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઇચ્છા થતી નથી, થવાની નથી.