________________ 243 સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે મુંબઈ, વૈશાખ સુદ 2, 1947 સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે. તમારી ઇચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તો રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે. અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનું પ્રયત્ન છે. નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સમત છે. ભાઈ ત્રિભોવનને પ્રણામ કહેશો. તમે બધા જે સ્થળમાં (પુરુષમાં) પ્રીતિ કરો છો, તે શું ખરાં કારણને લઈને છે ? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ ?