________________ 241 જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે. મુંબઈ, ચૈત્ર વદ 14, ગુરૂ, 1947 જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે, તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે !