________________ 240 ગઈ કાલે પત્ર અને પ. પૂજ્ય શ્રી સોભાગભાઈનું પતું સાથે મળ્યું. મુંબઈ, ચૈત્ર વદ 9, રવિ, 1947 ગઈ કાલે પત્ર અને પ. પૂજ્ય શ્રી સોભાગભાઈનું પતું સાથે મળ્યું. વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખજો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજો. સાથે જણાવજો કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે. હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સોળ જેવા સપુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું. 1 સોભાગભાઇ.