________________ 239 આપ્યું સૌને તે અક્ષરધામ રે! મુંબઈ, ચૈત્ર વદ 7, ગુરૂ, 1947 “આપ્યું સૌને તે અક્ષરધામ રે.’ ગઈ કાલે એક કૃપાપત્ર મળ્યું હતું. અત્ર પરમાનંદ છે. જોકે ઉપાધિસંયુક્ત કાળ ઘણો જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે, એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તો ભલે, ન હો તોપણ ભલે, જે હોય તે સમાન જ છે. જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઇચ્છા થાય છે; તથાપિ વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરપાયતા છે. મંત્ર એટલે ગુપ્તભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું ‘સત’ સર્વત્ર છે. વિ. રાયચંદ