________________ 235 જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશ) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે મુંબઈ, ચૈત્ર સુદ 14, ગુરૂ, 1947 વિગતવાર પત્રથી એક થોડો ભાગ બાદ કરતાં બાકીનો ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતો. જે થોડો ભાગ બાધકર્તારૂપ છે, તે ઈશ્વરાનુગ્રહે આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે, તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે એ ખરું છે. પ્રસંગે એ વિષે લખીશ. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે.