________________ 233 જંબુસ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું મુંબઈ, ચૈત્ર સુદ 10, 1947 જંબુસ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઇચ્છા છતાં લોકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે, એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો. એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે ? જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષો લક્ષ કરતા હશે કે કેમ ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું, એવી હાલ ઇચ્છા છે. તે આપને રુચે છે કે કેમ ? તે લખશો.