________________ 230 તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું ? મુંબઈ, ચૈત્ર સુદ 4, રવિ, 1947 એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું? આપ તો કરુણામય છો. તથાપિ અમારી કરુણા વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી ?