________________ 228 સદુપદેશાત્મક સહજ વચનો લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે મુંબઈ, ફાગણ, 1947 સદુપદેશાત્મક સહજ વચનો લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે, કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે, તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતાં પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી.