SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 226 વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે; અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાની પુરુષનો જોગ મળવો તે છે મુંબઈ, ફાગણ, 1947 સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર સુજ્ઞ ભાઈ છોટાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. સુજ્ઞ અંબાલાલ અને ત્રિભોવનનાં પત્ર મળ્યાં એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભોવનનું પત્ર છે. વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે; અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાનીપુરુષનો જોગ મળવો તે છે. દ્રઢ મુમુક્ષતા હોય, અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજો. તમે બધા સત્સંગ, સાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જોગે વર્તો છો તે લખશો. એ જોગ માટે પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી, માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તો આત્મા તો એ વિષયે અપ્રમત્ત હોવો જોઈએ. તમારી ઇચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ, જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા (ઇચ્છા ?) નથી. બેનાં પત્ર ન લખવાં પડે, માટે આ એક તમારું લખ્યું છે. અને તે જેને ઉપયોગી થાય તેનું છે. તમારા પિતાજીને મારા યથાયોગ્ય કહેજો, સંભાર્યા છે એમ પણ કહેજો. વિ. રાયચંદ
SR No.330346
Book TitleVachanamrut 0226
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy