________________ 225 ભાઈ ત્રિભોવનનું એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે મુંબઈ, ફાગણ વદ 3, શનિ, 1947 સુજ્ઞ ભાઈ, ભાઈ ત્રિભોવનનું એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે. તથાપિ હાલ કોઈ ઉદયકાળ એવી જાતનો વર્તે છે કે એમ કરવામાં નિરૂપાયતા રહી છે. તે માટે ક્ષમાં ઇચ્છું છું. ભાઈ ત્રિભોવનના પિતાજીને મારા યથાયોગ્યપૂર્વક કહેશો કે તમારા સમાગમમાં રાજીપો છે. પણ કેટલીક એવી નિરુપાયતા છે કે તે નિરૂપાયતા ભોગવી લીધા વિના બીજાં પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. અને તે માટે દીનભાવથી તમારી ક્ષમા ઇચ્છી છે. યોગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. વધારે ઉદયકાળ વીત્યે. ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે.