________________ 224 યોગવાસિષ્ઠ વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે. મુંબઈ, ફાગણ વદ 2, 1947 ‘યોગવાસિષ્ઠ વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે. તે વાંચવાનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત - યોગ્ય છે. અમુક ક્રિયા પ્રવર્તન વિષે જે લક્ષ રહે છે તે લક્ષનું વિશેષે કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી.