________________ 222 જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે મુંબઈ, ફાગણ વદ 11, 1947 જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે; અને તેની જ રટણા રહે છે. મને પોતાને શિર હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એમ કરવામાં તેની ઇચ્છા સુખરૂપ જ માનું છું. પંચમકાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે; અને કળિકાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે, તેનો હેતુ જીવને ‘સત્સંગ અને સન્શાસ્ત્રનો જોગ થવો આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે. અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તો અનુભવ આપે છે. અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે, અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે.