________________ 221 શ્રીમદ્ ભાગવત પરમભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે. મુંબઈ, ફાલ્ગન વદ 8, બુધ, 1947 શ્રીમદ્ ભાગવત પરમભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે. મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિષે, કંઈ પૂછવાથી લક્ષરૂપ ઉત્તર મળી નહીં શકે. કલ્પિત ઉત્તરે કાર્યસિદ્ધિ નથી. આપે જ્યોતિષાદિકની પણ હાલ ઇચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે; અને કલ્પિત પર લક્ષ નથી. પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઇચ્છું છું. આમ ઉપાધિ જોગ વિશેષ વર્તે છે, તથાપિ સમાધિમાં જોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એવો ઈશ્વરનો અનુગ્રહ રહેશે એમ લાગે છે. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે. વિ રાયચંદ