________________ 220 જગતનું અધિષ્ઠાન”0 મુંબઈ, ફાલ્ગન વદ 3, શનિ, 1947 આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિષેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ભક્તિ વિષેનાં પ્રશ્નોનો ઉત્તર પ્રસંગે લખીશ. અમે આપને જે વિગતવાળા પત્રમાં “અધિષ્ઠાન' વિષે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે. ‘અધિષ્ઠાન’ એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી છે. એ વ્યાખ્યાને અનુસરી “જગતનું અધિષ્ઠાન” સમજશો. જૈનમાં ચૈતન્ય સર્વ વ્યાપક કહેતા નથી. આપને એ વિષે જે કંઈ લક્ષમાં હોય તે લખશો.