________________ 216 જે કંઈ છે તે સત જ છે. ‘સ’ આ જે કંઈ જોઈએ છીએ, જે કંઈ જોઈ શકાય તેવું છે, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત જ છે. જે કંઈ છે તે સત જ છે. અન્ય નહીં. તે સત એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે. તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે, પણ તેથી તે કંઈ સ્વરૂપથી શ્રુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અનેકાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળા અને બાજુબંધાદિક અનેક પ્રકારે હોય તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાંતર ભાસે છે. અને તે તેની સત્તા છે. તેમ આ સમસ્ત વિશ્વ તે ‘સત’નું પર્યાયાંતર છે, પણ ‘સતરૂપ જ છે.