SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે, તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે, અને ક્યાં તને ન્યૂનપણું પણ છે ? જ્ઞાનીપુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું, તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે, અને જ્ઞાનીની પણ અંતર-ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષે નથી; અમને તો વાસ્તવિક એવું જ સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન. ‘વેદાંત ગ્રંથ પ્રસ્તાવના’ મોકલાવ્યું હશે, નહીં તો તરત મોકલાવશો. વિ. આજ્ઞાંકિત -
SR No.330333
Book TitleVachanamrut 0213
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy