________________ 210 સસ્વરૂપને અભેદભાવે નમોનમઃ મુંબઈ, માહ વદ 0)), 1947 સસ્વરૂપને અભેદભાવે નમોનમઃ અત્ર પરમાનંદ છે. સર્વત્ર પરમાનંદ દર્શિત છે. શું લખવું? તે તો કંઈ સૂઝતું નથી, કારણ કે દશા જુદી વર્તે છે; તોપણ પ્રસંગે કોઈ સવૃત્તિ થાય તેવી વાંચના હશે તો મોકલીશ. અમારા ઉપર તમારી ગમે તેવી વ્યક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ. સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દ્રઢ કરવું. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. 'સાથેના પત્રો વાંચી તેમાં યોગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજો. તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજો. અમે તો સર્વના દાસ છીએ. ત્રિભોવનને જરૂર બોલાવજો. 1 જુઓ આંક 211, 212.