________________ 206 મહાત્માઓનો રિવાજ મુંબઈ, માહ વદ 13, રવિ, 1947 ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો. તેમ જ મહાત્મા કબીરજીનાં બીજાં પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દીન માત્ર છીએ. ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે.