________________ 205 તત્ર ને મો H શિવઃ પર્વ મનુપયતઃ |- વાસ્તતિક સુખ જો જગતની દ્રષ્ટિ - જ્ઞાનીને પણ વિચારી પગ મૂકવા જેવું જગત મુંબઈ, માહ વદ 11, શુક્ર, 1947 तत्र को मोहः कः शोकः एकत्वमनपश्यतः | તેને મોહ શો, અને તેને શોક શો ? કે જે સર્વત્ર એકત્વ(પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે. વાસ્વતિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વ લોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.