________________ 203 વિકલ્પ કરશો નહીં મુંબઈ, માહ વદ 4, 1947 ૐ સસ્વરૂપ સુજ્ઞ ભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલાં ત્રણેક દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કંઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં. જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર' મુનિ ઉપર મુખ્ય કરીને હતું. કારણ કે તેમની માંગણી નિરંતર હતી. અત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સને આરાધવાનું પ્રયત્ન કરજો. અમારા યથાયોગ્ય માનજો. અને ભાઈ ત્રિભોવન વગેરેને કહેજો. વિ. રાયચંદના ય. 1 જુઓ આંક 198.