SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 195 બધા વિકલ્પો મૂકી પ્રથમ જાણવા યોગ્ય - માર્ગની દિશાનું ભાન થવા મુંબઈ, પોષ, 1947 સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવયનો છે: 1“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?" આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે. 1 જુઓ આંક 86.
SR No.330315
Book TitleVachanamrut 0195 PS
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy