________________ 194 માર્ગ સરળ, પ્રાપ્તિનો યોગ દુર્લભ - સ્વચ્છેદરૂપી અંધત્વ ટળવા - મુનિઓનું સામાયિક - માણા થો માળા તવો - આરાધ્ય પુરુષનો ખોજ મુંબઈ, પોષ, 1947 જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તોપણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દ્રઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એક નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. 1સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. 11 પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન : ગાથા 31-32.