________________ 193 મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય - આશ્રમ મૂકવાનું અવશ્ય નથી મુંબઈ, પોષ વદિ 2, સોમ, 1947 સુજ્ઞ ભાઈ, અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેઓએ જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ (સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું તે ખચીત હિતસ્વી છે. તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી વિ 0 રાવ