________________ 191 ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે પરમકૃપાળુ પરમકૃપા કરશે - હરિજન પ્રત્યે ભક્તિ પ્રિય મુંબઈ, પોષ સુદ 10, સોમ, 1947 મહાભાગ્ય જીવન્મુક્ત, આપનું કૃપાપનું આજે 1 આવ્યું. તે વાંચી પરમ સંતોષ થયો. પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાસ્ય વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો, તે ઈશ્વરેચ્છા હશે તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભાંતિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે; પરંતુ હમણાં થોડો કાળ તેની ઇચ્છા હોય તેવું જણાતું નથી.