________________ 183 સપુરુષની સેવા - જીવ અપૂર્વને પામ્યો નથી . પૂર્વાનુપૂર્વની વાસના ત્યાગનો અભ્યાસ - ક્રિયાદિ સર્વે આત્માને છોડવા માટે મુંબઈ, માગશર સુદ 14, 1947 આનન્દમૂર્તિ સસ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ નમસ્કાર કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થયો. જે જે ઇચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઇચ્છાની સર્વ પ્રકારની સ્કરણા તો સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીઓએ સમત કરેલું આપને જણાવ્યું છે. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દ્રઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે. મિથ્યાનામધારીના યથા)