________________ 177 ધર્મને ઇચ્છવાવાળાંનાં પત્ર પ્રશ્નાદિક બંધનરૂપ - નિત્ય નિયમ મુંબઈ, કારતક વદ 14, ગુરૂ, 1947 સુજ્ઞ ભાઈ શ્રી ત્રિભોવન, તમારું પત્ર 1 મલ્યું. મનન કર્યું. અંતરની પરમાર્થવૃત્તિઓ થોડા કાળ સુધી પ્રગટ કરવા ઇચ્છા થતી નથી. ધર્મને ઇચ્છવાવાળાં પ્રાણીઓનાં પત્રપ્રશ્નાદિક તો અત્યારે બંધનરૂપ માન્યાં છે. કારણ કે ઇચ્છાઓ હમણાં પ્રગટ કરવા ઇચ્છા નથી, તેના અંશો (નહીં ચાલતાં) તે કારણથી પ્રગટ કરવા પડે છે. નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહનો, પોતાપણાનો, અને અસત્સંગનો નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી, એ જ ચિંતન રાખવાથી, અને પરભવનો દ્રઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. વિ. રાયચંદના ય૦