________________ અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે, એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવા દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે. વિ. આજ્ઞાંકિત રાયચંદના દંડવત.