________________ 174 મોટામાં મોટું સાધન સત્સંગ - સપુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી મુંબઈ, કાર્તિક વદ 5, સોમ, 1947 સંતને શરણ જા. સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, તમારું એક પત્ર મળ્યું. તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે. તેવી ઇચ્છા કરીશ. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સપુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિકથી તેમને કથન કથતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. વિ. રાયચંદના ય૦